સટોરી – BY Dr.Nimit Oza
આ એક એવી બુક છે જે મે લગભગ સૌથી ઓછા સમયમાં વાંચી છે. મારા MA ના સમયગાળામાં (૨૦૧૪-૧૬) અમને ASSIGMENT BLOG માં પોસ્ટ કરવાનુ કહેતા એટલે એ એક લેશનના ભાગ રૂપે હુ લખતી પરંતુ આજ પહેલી વાર આ બુક વાંચીને કંઇક લખવાનું મન થયુ છે.
સટોરી શબ્દ નો અર્થ ખબર ન હતો પરંતુ English મા Story શબ્દને મસ્તીમાં બોલવાની મજા લેવા માટે સટોરી બોલતી. શરૂઆતમાં “સટોરી” બુક વાંચવાથી કંટાળો આવ્યો અને મને ચેતન ભગતની બુક યાદ આવી કે જેમાંથી મને English શીખવા મળ્યુ અને એવુ જ કંઇ હતુ જે યુવાનોને ગમે (LOVE વીશે) તેવુ હતુ . આ “સટોરી” બુક માં પણ એવુ જ કંઇ હશે જેથી પબ્લીસીટી વધે (યુવાઓ વાંચે). થોડી વાંચીને એમ લાગ્યુ કે આ બુક હવે નથી વાંચવી TIME- PASS લાગે કારણે કે મને એવા જ પુસ્તકો ગમે જેમાંથી કંઇક જીવનને લગતી/ ઉપયોગી પ્રેરણા મળે, તેમછતા કંઇક સારૂ આવશે અથવા તો હવે શુ થશે તેવા અભિગમ સાથે “સટોરી” મને મળતા સમયગાળામાં ત્રણ કે ચાર દિવસમાં પુર્ણ કરી.
ક્યારેય પ્રેમની લાગણી થઇ ન હોય તેને સ્વિકૃતી ને જે થાય છે તે બાબતે ગાંડી જ સ્વિકૃતી લાગે પરંતુ અમુક ડિવોર્સના કિસ્સા સાંભળ્યા બાદ સ્વિકૃતી ને જે થયુ એવુ જ બધાને થાય એવો અહેસાસ થયો.
હું વાંચતી ત્યારે અનુમાન લગાવતી કે હવે કદાચ આમ થશે, એવો જ એક કિસ્સો કે સ્વિકૃતીના પિતા સુધાકર દેસાઇ છે એ જ ક્યાંક અનિરુધ્ધ પાઠક ના હોય પરંતુ અંતે તો કંઇક અલગ જ ખુલ્યુ.
શરૂઆતમાં એમ થતુ સ્વિકૃતી નું ધ્રુવી સિવાય બીજુ કોઇ નથી અને અંતે કોલેજમાં એમણે પણ સાથ છોડ્યો. વચ્ચે અનિરુધ્ધ પાઠક જેવા સલાહકાર મળી ગયા જેથી સ્વિકૃતી નો ઉદ્ધાર થયો.
મારા મનમાં એક વાત તો નક્કી જ હતી કે કોઇ પણ MOVIE ની જેમ “સટોરી” નો અંત નિરાશા જનક નહી જ હોય કારણ કે નિરાશા જનક અન્ત વાળુ કોઇને પીરસીએ તો ન જ ગમે.
ટુક્માં સટોરી વાંચવાની મજા આવી જેમણે મને થોડુ લખાવા માટે ઉત્સાહીત કરી.
No comments:
Post a Comment